GSEB SSC BOOKLET 2022 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
Advertisement
2020માં ધો. 10નું 60.64% રિઝલ્ટ આવ્યું હતું
Table of Contents
કોરોનાકાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બાદ ધોરણ 10નું પરિણામ (10th Result) જાહેર થશે. રાજ્યમાં ધોરણ 10 ના આશરે 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની(Gujarat Board) વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ(Marksheet) આપવામાં આવશે. મહત્વનું છે કે જૂન મહિનાની શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન(National Conference of education) મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા, જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતુ, હવે જ્યારે કોન્ફરન્સ પુરી થઈ છે ત્યારે અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા.
GSEB SSC BOOKLET 2022
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.
Also View :
તમને જણાવી દઈએ કે, ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે.
LIVE:
- ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ
- પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ
- સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ
- દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ
- રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ
- રાજકોટના રૂવાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
- રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ
- 294 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
- 121 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું
- સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
- બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
- ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
- અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
- જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ
- A1 ગ્રેડ 12,090 વિદ્યાર્થીઓએ મેળવ્યો
- અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ
- અમદાવાદ ગ્રામ્યની 63.98 ટકા પરિણામ
- 4,189 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. એ વખતે પણ 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
ધોરણ 10 બુકલેટ ડાઉનલોડ કરો | Click Here |
ધોરણ 10 પરિણામ જોવા | Click Here |