મફત  પ્લોટ  યોજના  2022

અહી ક્લિક કરો

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

યોજનાનું નામ :  મફત પ્લોટ યોજના 2022

યોજના વિભાગ  :   પંચાયત વિભાગ ગુજરાત

લાભ કોને મળશે? :  ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે.  જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

ગુજરાત મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

– અરજી ફોર્મ – રેશનકાર્ડની નકલ – ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ – SECCના નામની વિગત – ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત) – પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત  યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે.  અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

મફત પ્લોટ ગુજરાત  યોજનાનો હેતુ શું છે?

ગુજરાત ગ્રામ્ય  વિસ્તારમાં ગરીબી  રેખા નીચે  જીવન જીવતા  જમીન વિહોણા  ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને  મકાન બની  રહે તે માટે

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

ફોર્મ ડાઉનલોડ  કરવા માટે નીચે લિંક  આપેલ છે  

મફત  પ્લોટ  યોજના  2022