ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની એ સગાઇની તસ્વીર શેર કરી : ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના અંગત જીવનના સારા સમાચાર આજે સામે આવી રહ્યા છે. નીતિન જાની સગાઇના તાંતણે બંધાયા છે. તેઓએ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે. ખજુરભાઇએ આ માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ખજુરભાઇએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી.
નીતિન જાની એ તેમની ભાવિ પત્ની મીનાક્ષી સાથે તસવીર શેર કરી છે, જેમાં નીતિન જાની અને મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યા છે. નીતિન જાની આ તસવીરમાં ફોટામાં ત્રણ લેયર માં સગાઇ ની કેક જોવા મળી રહી છે. ખજુરભાઇએ હાલમાં જ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં તેમની સગાઇની તસવીર મૂકી છે. જે બાદ ચાહકો કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા છે.
જાણો કોણ છે ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની
70 હજાર પગાર છોડી બોલિવૂડમાં આવ્યો’તો જીગલીનો ‘ખજૂર’, અનેક ટીવી શોમાં કર્યું કામ
આજના સમયમાં યુવાનોથી માંડીને લગભગ તમામ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ફની વીડિયોના કોન્સેપ્ટ દ્વારા ઘણા યુવાનો જાણીતા બન્યા છે. છેલ્લા ઘણા સમયથી આગવી શૈલીમાં કોમેડી વીડિયો રજૂ કરી લોકોને ખડખડાટ હસાવતા ‘જીગલી અને ખજૂર’ ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ જાણીતા બન્યા છે. જીગલી અને ખજૂરના દમદાર કોન્સેપ્ટ તેમજ પોતાની કરિયર વિશે મૂળ સુરતના નીતિન જાની(ખજૂર)એ વાતચીત કરી હતી.
Also View : Maru Gujarat Bharti 2022
જીગલી-ખજૂરના કોમેડી વીડિયોમાં ખજૂરનું પાત્ર ભજવતા નીતિન જાની આ સિરીઝનો ડિરેક્ટર અને લેખક પણ છે. એક સમયે આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરતા નીતિન જાનીને બોલિવૂડમાં રસ હોવાથી આ ક્ષેત્રમાં સામાન્ય કામથી શરૂઆત કરી હતી. આઈટી ફિલ્ડમાં 70 હજાર પગાર છોડીને 2012માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા નીતિન જાનીએ ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને આઈટી ડીપાર્ટમેન્ટ જેવા અલગ-અલગ સ્ટેજમાં કામ કર્યાં બાદ ઘણી ફિલ્મોમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યો છે.
| ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીર | અહીં ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
JOIN US ON WHATSAPP Join Now નીતિન જાની ના સેવા ભાવિ કામો
નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે. નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો, તેમણે પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.
Source : Divyabhaskar Com
